ભાવનગરમાં બોગસ બિલિંગ સામે સેન્ટ્રલ જીએસટી વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલી હોવાનું દર્શાવતી મેસર્સ અરવા એક્ઝિમ નામની પેઢી સામે તપાસ દરમિયાન આશરે રૂ.૩૩.૮૯ કરોડની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
આ મામલે સેન્ટ્રલ ય્જી્‌ ભાવનગર કમિશ્નરેટે પેઢીના માલિક મુબીન મોહમ્મદશફીભાઈ લાખાણીની ૬ ઓગસ્ટે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.
સેન્ટ્રલ જીએસટી વિભાગની પ્રાથમિક તપાસ મુજબ પેઢીએ જીએસટી રજિસ્ટ્રેશન મેળવી સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલા વ્યવહારો દર્શાવ્યા હતા. જાકે, તપાસ દરમિયાન વાસ્તવિક માલની ખરીદી-વેચાણ વગર માત્ર દસ્તાવેજી વ્યવહારોના આધારે આઇટીસી મેળવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ રીતે આશરે રૂ.૩૩,૮૯,૬૫,૪૪૪, એટલે કે રૂ.૩૩.૮૯ કરોડની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે અરવા એક્ઝિમનું જીએસટી રજિસ્ટ્રેશન ૨૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ થયું હતું. ત્યારથી આશરે સવા વર્ષના સમયગાળામાં પેઢી દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જીએસટી વિભાગ હવે પેઢીના વ્યવહારો, બેંક એકાઉન્ટ અને સંબંધિત દસ્તાવેજાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.
આ કેસમાં હવે તપાસનો વ્યાપ વધવાની શક્્યતા છે. અરવા એÂક્ઝમ સાથે નાણાકીય અથવા વેપારી વ્યવહારો કરનારા અન્ય વેપારીઓ અને પેઢીઓની પણ ચકાસણી કરવામાં આવી શકે છે.
જીએસટી વિભાગ દ્વારા પેઢીના શરૂઆતથી અત્યાર સુધીના વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. જા તપાસ દરમિયાન અન્ય સંડોવણી અથવા બોગસ આઇટીસીના પુરાવા મળે તો સંબંધિત લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.