હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત ‘આદ્યશક્તિ ગરબા એકેડમી’ના ગરબા ક્લાસીસનું ભવ્ય ઉદ્ઘાટન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલૈયા અને ગરબાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગરબાની તાલે સૌએ ઉત્સાહપૂર્વક રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ નવરાત્રીમય બની ગયું હતું. કાર્યક્રમને શહેરમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણભાઈ સાવજ, નાગરિક બેંકના ચેરમેન પરાગભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુધ્ધસિંહ રાઠોડ, મહામંત્રી મોહિતભાઈ સુદાણી, નયનાબેન કાપડિયા, નૂતનબેન તન્ના, ઉપાસનાબેન ગોસ્વામી, યશોધરાબેન પંડ્યા, ધારાબેન ગોહિલ, હિતેશભાઈ નિમ્બાર્ક, ડા. ચેતનભાઈ પોરિયા તેમજ ‘કુંડાળુ’ ફિલ્મના અભિનેતા હર્ષવર્ધન રાઠોડ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ આયોજકોના પ્રયાસને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.










































