સરકારી કલા અને વાણિજ્ય કોલેજ જાફરાબાદના હિન્દી વિભાગ તરફથી ૩૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ મહાન કથાસમ્રાટ મુંશી પ્રેમચંદ જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ આયોજન કરેલું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ પ્રેમચંદના જીવન, સાહિત્ય અને સામાજિક ચેતના પર પોતાના વિચારો રજૂ કર્યો હતા. તેમણે જણાવ્યું કે પ્રેમચંદનું સાહિત્ય આજનું સમાજ માટે પણ ખૂબ પ્રેરણાદાયક છે. ત્યારબાદ હિન્દી વિભાગના સહાયક પ્રાધ્યાપક ડા. શુભમ સિંહ તેમણે પ્રેમચંદના સાહિત્યિક યોગદાન, ગ્રામ્ય જીવન, ગરીબી, શોષણ અને સ્ત્રીજીવનના વિવિધ પરિમાણો પર વિસ્તૃત ચર્ચા કરી. તેમણે ગોદાન, ગબન, નિર્મલા અને ઈદગાહ જેવી અમર કૃતિઓનું સાહિત્યિક મહત્વ પણ સમજાવ્યા. કોલેજના પ્રાચાર્ય પ્રો. વિરલકુમાર શીલુના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં તમામ પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી આપીને પ્રેમચંદને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ આપી હતી.






































