બગસરામાંથી પરિણીતા ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે વિપુલભાઈ સનાભાઈ બાહોપીયા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેમની પત્ની મનિષાબેન (ઉ.વ. ૩૫) ઘરેથી કોઈને કંઈ જાણ કર્યા વગર ક્યાંક જતી રહી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.જે. બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે.