શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટી રાહત મળી છે. ફાસ્ટ બોલિંગ સ્પીડહેડર જસપ્રીત બુમરાહએ બેંગલુરુમાં બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફરજિયાત ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. શ્રીલંકા સામે આવતા મહિને રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે તેને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. બુમરાહને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન ઇજા થઈ હતી, જેના કારણે તે લોર્ડ્સમાં ત્રીજી વનડે રમી શક્્યો ન હતો. જાકે, મેડિકલ ટીમે હવે તેને રમવા માટે મંજૂરી આપી દીધી છે.બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “જસપ્રીત બુમરાહ તેની ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. તેણે સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા નિર્ધારિત તમામ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા છે. તે બંને ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે તેવી અપેક્ષા છે, કારણ કે તે ટીમની યોજનાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.”ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ૧૫ ઓગસ્ટથી ગાલેમાં રમાશે. બીજી અને અંતિમ ટેસ્ટ ૨૩ ઓગસ્ટથી કોલંબોમાં રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ભારત માટે આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે, ટીમ ઇન્ડિયાએ બાકી રહેલી નવ ટેસ્ટ મેચોમાંથી ઓછામાં ઓછી સાત મેચ જીતવી પડશે. તેથી, શ્રીલંકા સામે ૨-૦ થી શ્રેણી જીતવાનું લક્ષ્ય ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે. આ પછી, ભારતે ન્યુઝીલેન્ડના મુશ્કેલ વિદેશી પ્રવાસ પર પણ ઉતરવું પડશે.જાકે બુમરાહની વાપસીથી રાહત મળી છે, પરંતુ ભારતીય ટીમ હજુ પણ ઘણી ઇજાઓની સમસ્યાઓનો સામનો કરી રહી છે.,હર્ષિત રાણા હેમ્સ્ત્રીંગ ઇજાથી બહાર છે.,નીતિશ રેડ્ડી ક્વાડ્રિસેપ્સ ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યા છે.,વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રંગ ઇજાને કારણે પ્રથમ ટેસ્ટ ગુમાવશે.,આકાશ દીપ તેની પીઠમાં તણાવ પ્રતિક્રિયાને કારણે લાંબા સમયથી રમતથી બહાર છે.










































