ખેડૂત આગેવાન અને પૂર્વ મંત્રી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં શ્રધ્ધાંજલિ અને સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ગોંડલ તાલુકા સહકારી પરિવાર, વિવિધ સામાજિક સંસ્થાઓ અને રોટરી ક્લબ ઓફ ગોંડલના સંયુક્ત ઉપક્રમે ગોંડલના જેલચોક પટેલ વાડી ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્‌યા હતા અને ૩૩૪થી વધુ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. ગોંડલના મનસુખભાઈ રૂપારેલીયાએ ૭૭મી વખત રક્તદાન કર્યું હતું.