બોટાદના સ્વામીના ગઢડા મુકામે પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપ્યો હતો તેમજ પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકી હતી. આ અંગે હાલ અમરેલીના મોણપુર, વાવડી રોડ પ્લોટ વિસ્તારમાં રહેતા પુનમબેન સંજયભાઈ ડાભી (ઉ.વ.૨૪)એ પતિ જીતેન્દ્રભાઇ લાલજીભાઇ સુંધરવા, સસરા લાલજીભાઇ સવાભાઇ સુંધરવા તથા સાસુ મંગુબેન ઉર્ફે રેખાબેન લાલજીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમને તેમના લગ્ન તારીખ ૧૨/૦૫/૨૩ થી તા.૨૯/૦૫/૨૦૨૬ દરમિયાન સ્વામીના ગઢડા મુકામે પતિ જીતેન્દ્રભાઇ લાલજીભાઇ સુંધરવા, સસરા લાલજીભાઇ સવાભાઇ સુંધરવા તથા સાસુ મંગુબેન ઉર્ફે રેખાબેન લાલજીભાઇ ત્રણેયે અવારનવાર ઘરકામ બાબતે તેમજ અન્ય બાબતોમાં મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. તેમજ તેના પતિએ ગાળો આપી, ઢીંકાપાટુનો મૂઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેથી પહેરેલે કપડે કાઢી મૂકી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.આર. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.





































