શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા કક્ષાની અંડર-૧૪, ૧૭ અને ૧૯ વયજૂથની ભાઈઓ તથા બહેનો માટેની બેઝબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી ૨૩૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ધારા સભ્ય મહેશભાઈ કસવાલા તથા કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના હસ્તે સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાયું હતું. અંડર-૧૪, ૧૭ અને ૧૯ બંને વર્ગમાં સ્વામિનારાયણ ગુરુકુળ અંગ્રેજી મીડિયમ શાળા વિજેતા બની હતી. કાર્યક્રમમાં રમતગમત અધિકારી પૂનમ મેડમ, યુવા વિકાસ અધિકારી અશરફભાઈ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી અને પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ વિજેતા ખેલાડીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.