સુરત ખાતે વસતા ટીબી ગામના સમસ્ત પટેલ સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સમારોહ દરમિયાન વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ પદવી મેળવનાર યુવાનોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રામભાઈ ધડુક અને રાજુલા-જાફરાબાદ પટેલ સમાજના પ્રમુખ હાર્દિકભાઈ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મયુરભાઈ કથીરીયા અને ઘનશ્યામભાઈ ભાલાળાએ પણ ખાસ હાજરી આપી હતી.આ આયોજન માટે રામભાઈ ધડુકે પોતાની ‘રામવાડી’ વિનામૂલ્યે આપી હતી, જ્યારે ઉત્સવ ભાલાળા તરફથી ફોટોગ્રાફીની સેવા પૂરી પાડવામાં આવી હતી. હાર્દિકભાઈ કથીરીયા, વિપુલભાઈ ભાલાળા, રાહુલ ગજેરા, પરેશ શિંગાળા અને ટીમના અથાક પરિશ્રમથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. અંતમાં રાસ-ગરબા અને સમૂહભોજન સાથે સ્નેહમિલન સંપન્ન થયું હતું.







































