અમરેલીના મોટા આંકડીયા ગામે રહેતી એક પરિણીતાને લગ્ન બાદ સંતાન ન થતાં સાસરિયાએ ત્રાસ આપ્યો હતો. બનાવ અંગે નેહાબેન મયુરભાઈ માધડ (ઉ.વ.૨૩)એ પતિ મયુરભાઈ, સાસુ રમીલાબેન, સસરા દિનેશભાઈ, દિયર જયદિપભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સાસુએ ઘરનું કામકાજ બાબતે ભુંડી ગાળો આપી બોલાચાલી કરી હતી. જે બાબતે પતિને સારૂ નહીં લાગતા, તેમના બા વિશે તુંકારો કરી, ભુંડી ગાળો આપી, વાંસાના ભાગે બે ત્રણ પાટલીના ઘા મારી, મુંઢ ઇજા કરી હતી. સસરા-દિયરે પણ ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી હતી. સાસુ-સસરાએ તેમને સંતાન ન હોવાના લીધે અવારનવાર મેણા ટોણા મારી, શારીરીક માનસિક ત્રાસ આપ્યો હતો. અમરેલી પોલીસ સ્ટેશનના એએસઆઈ વી વી ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.







































