અમરેલી જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે જિલ્લા માહિતી કચેરી દ્વારા રીલ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ‘અમરેલીની ૮ દાયકાની વિકાસયાત્રા’, ‘દેશભક્તિના રંગે રંગાતું અમરેલી’ અને ‘રાજ્ય કક્ષાની ઉજવણી’ જેવા વિષયો પર ૬૦ સેકન્ડની રીલ અથવા ૩ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવીને ૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ઈ-મેઈલ કે રૂબરૂ એન્ટ્રી જમા કરાવી શકાશે. વિજેતાઓને સન્માનપત્ર આપી તેમની કૃતિઓ સોશિયલ મીડિયા પર પ્રસારિત કરાશે.આ ઉપરાંત, શિક્ષણ વિભાગ દ્વારા ૫ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ ચિત્ર, નિબંધ, વકૃત્વ, ક્વિઝ, દેશભક્તિ ગીત, મહેંદી અને વેશભૂષા સ્પર્ધાઓ યોજાશે. આ ઉજવણી અંતર્ગત ૧૦ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અને વૃક્ષારોપણ તેમજ ૧૩ ઓગસ્ટે પ્લાસ્ટિક જાગૃતિ અભિયાન અને પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે