રાજસ્થાનના દૌસા જિલ્લાના સદર પોલીસે બ્લાઈંડ મર્ડર કેસમાં ખાલી ૨૪ કલાકની અંદર ખુલાસો કરતા આરોપી મૃતકના સગા કાકાની ધરપકડ કરી લીધી છે. આ મર્ડર ૨૧ જૂલાઈના રોજ થયું હતું. તે દિવસ સાંજે મિત્રપુરા ગામમાં આવેલા બાલિકા હોસ્ટેલની નજીક એક યુવકની લાશ મળી હતી. હત્યાની આ ગુંચવડને દૌસા સદર પોલીસ અને સાઈબર સેલની ટીમ સાથે કોર્ડિનેશન કરી થાળે પાડી દીધો છે. હત્યા પાછળ આડા સંબંધોને લઈ ઉપજેલી શંકા સામે આવી છે. હત્યાનો શિકાર થયેલ યુવક પોતાની પત્નીથી દૂર જઈ અને આરોપીની પત્નીની નજીક જતો હતો. તેનાથી નારાજ થઈને કાકાએ પોતાના ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધો.
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૧ જૂલાઈના રોજ મિત્રપુરા વિસ્તારમાં બાલિકા છાત્રાવાસની નજીક એક યુવકની લાશ પડી હોવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો યુવકના ગળા પર ગંભીર ઈજાના નિશાન હતા. મૃતકની ઓળખ બાદમાં સૌરભ રેગર તરીકે થઈ હતી. પોલીસે લાશને જિલ્લા હોÂસ્પટલની મોર્ચરીમાં રખાવી હત્યાનો મામલો નોંધી તપાસ શરુ કરી દીધી. આ મામલાની ગંભીરતા જાતા એસપી પીયૂષ દીક્ષિતના નિર્દેશનમાં સદર પોલીસ, કોતવાલી અને સાઈબર સેલની સંયુક્ત ટીમ બનાવી.
પોલીસે ઘટનાસ્થળની આજુબાજુ લગભગ ૧૦૦થી વધારે સીસીટીવી કેમેરાના ફુટેજ ખંગાળ્યા. ટેકનિકલી પુરાવા અને ગુપ્તચરને એક્ટીવ કર્યા. તપાસ અને ટેકનિકલી પુરાવાના આધાર પર પોલીસે ખાલી ૨૪ કલાકની અંદર હત્યાનો ખુલાસો કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે, સૌરભ રેગરને પોતાની પત્ની સાથે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. તેના કારણે તેની પત્નીથી દૂર જવા લાગ્યો. આ દરમ્યાન તેણે પોતાના કાકા અશોક રૈગરની પત્ની એટલે કે કાકીની નજીક જવા લાગ્યો. આ વાતની જાણ સૌરભના કાકા અશોકને થઈ ગઈ. જેને લઈ અશોક અને સૌરભ વચ્ચે દુશ્મનાવટ પેદા થઈ.
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૧ જૂલાઈના રોજ આરોપી અશોક રેગર ભત્રીજા સૌરભને દારુ પીવડાવવાના બહાને પોતાની સાથે મિત્રપુરા પાસે લઈ ગયો. ત્યાં અશોકે ભત્રીજા સૌરભને ખૂબ દારુ પીવડાવ્યો. ત્યાર બાદ ત્યારે તે ભાનમાં ન રહ્યો તો આરોપીએ દારુની બોટલ ફોડી તેના ધારદાર ભાગથી સૌરભના ગળા પર ઘા કર્યા. ગંભીર ઈજાના કારણે સૌરભનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે ટેકનિકલી પુરાવા, સીસીટીવી ફુટેજ અને પૂછપરછના આધાર પર આરોપી અશોક રેગરની ધરપકડ કરી લીધી. તે દૌસા શહેરનો રહેવાસી છે.
સદર થાનાધિકારી યુદ્ધિષ્ઠર ગુર્જરે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજમાર્ગ ૨૧ નજીક સુનસાન જગ્યા પર થયેલી હત્યાની આ ઘટનામાં શરુઆતમાં મૃતકની ઓળખ નહીં થવા અને ઘટનાસ્થળ પર પ્રત્યક્ષ પુરાવા ઓછા મળવાના કારણે પડકારભરી સ્થિતિ હતી. તેમ છતાં પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરતા ૨૪ કલાકની અંદર બ્લાઈંડ મર્ડરનો ખુલાસો કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. હાલમાં પોલીસ આ સમગ્ર મામલામાં દરેક એંગલથી તપાસ કરી રહી છે.