અમરેલી જિલ્લામાંથી પોલીસે પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં કુલ ૮ ઈસમોને ઝડપી પાડ્‌યા હતા. જેમાં દામનગરના હાવતડ ગામ પાસે કારમાં કેફી પીણું પીને બેઠેલા ૬ શખ્સો પકડાયા હતા. આ તમામ લોકો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વતની હતા. આ ઉપરાંત, દહીંથરા અને વિક્ટર બ્રિજ પાસેથી પણ એક-એક શરાબીને પકડી પાડવામાં આવ્યો હતો.