સાવરકુંડલા ડેપોની સાવરકુંડલા-મંડોર એક્સપ્રેસ બસ હાલ અમરેલી, લાઠી, ઢસા ચોકડી, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, ફેદરા, આણંદ, ડાકોર, સેવાલિયા, ગોધરા, સંતરોડ અને દાહોદ થઈને મંદોર પહોંચે છે. આ બસ તેમજ મંદોર- સાવરકુંડલા રૂટની પરત ફરતી બસને લાઠીથી દામનગર થઈને ઢસા ચોકડી માર્ગે ચલાવવાની માંગ ઉઠી છે. આ ફેરફારથી દામનગર વિસ્તારના મુસાફરોને દેવસ્થાનોના દર્શન, સામાજિક પ્રસંગો અને વેપાર-ધંધા માટે વધુ અનુકૂળતા મળશે. અમરેલી અને દાહોદ વિભાગના એસ.ટી. અધિકારીઓ આ લોકહિતની માંગને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.









































