દિલ્હી હાઈકોર્ટે છેલ્લા ૧૯ દિવસથી જંતર મંતર પર ભૂખ હડતાળ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત જાહેર હિતની અરજી પર સુનાવણી કરી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકની સલામતી અને સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું જાઈએ. સુનાવણી દરમિયાન, કોર્ટે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “જીવન ખૂબ જ કિંમતી છે.”સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી કે આ મામલે નોટિસ જારી કરવામાં આવી છે. તેમણે કોર્ટને ખાતરી આપી કે વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. સરકારી ડોક્ટરોએ જ્યારે પણ પરવાનગી આપી છે ત્યારે તેઓ તેમની મુલાકાત લીધી છે. વધુમાં, ખાનગી ડોક્ટરોએ પણ તેમની તપાસ કરી છે.હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સરકારી ડોક્ટરો નિયમિતપણે સોનમ વાંગચુકની તબીબી તપાસ કરે. જા ડોક્ટરોના રિપોર્ટમાં કોઈ જરૂરિયાત જણાય તો તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવી જાઈએ. કોર્ટે કહ્યું, “જીવન ખૂબ જ કિંમતી છે.” સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે દરેક નાગરિકનું જીવન કિંમતી છે.આ આદેશ બુધવારે દાખલ કરાયેલી પીઆઈએલ બાદ આપવામાં આવ્યો છે જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જા ૫૯ વર્ષીય વાંગચુક ઉપવાસ નહીં તો તેઓ આગામી ૪૮ કલાક સુધી બચી શકશે નહીં. અરજીમાં કેન્દ્ર સરકાર પર પરિÂસ્થતિ પ્રત્યે “અસંવેદનશીલ” હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.એડવોકેટ રાકેશ કુમાર સૈની દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર અને દિલ્હી સરકાર તાત્કાલિક વાંગચુકને સરકારી હોસ્ટપિલમાં ખસેડે, તેમને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડે અને જા જરૂરી હોય તો તેમનો જીવ બચાવવા માટે તેમને બળજબરીથી પ્રવાહી ખોરાક ખવડાવશે.કોકરોચ જનતા પાર્ટી નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે ૨૫ દિવસથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહી છે. વાંગચુક ૨૮ જૂને આંદોલનમાં જાડાયા હતા અને ત્યારથી તેઓ અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર છે.








































