ટીમ ઇન્ડિયાએ બ‹મગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ છ વિકેટથી જીતી લીધી. યુકે પ્રવાસ પર સતત છ હાર બાદ આ ભારતની પહેલી જીત હતી.સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ પ્રથમ વનડેમાં ભારતની જીતનો મુખ્ય હીરો હતો, તેણે બેટ અને બોલ બંનેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. પટેલે બોલ સાથે ચાર વિકેટ અને બેટ સાથે અણનમ ૫૭ રન બનાવ્યા. આનાથી અક્ષર પટેલ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં પણ જાડાયો.અક્ષર છેલ્લા કેટલાક વર્ષોમાં તેની બેટિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, અને તેના પરિણામો હવે મેદાન પર દેખાઈ રહ્યા છે. એજબેસ્ટન વનડેમાં, જ્યારે ટીમ ઈÂન્ડયાએ ઇંગ્લેન્ડ સામે ૧૬૦ રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી, ત્યારે અક્ષર પટેલને બેટિંગ માટે મોકલવામાં આવ્યો. અક્ષરે આક્રમક બેટિંગ કરી, અડગ રહીને ૫૨ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ ૫૭ રન બનાવ્યા. ત્યારબાદ તેણે સુંદર સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૦૨ રનની ભાગીદારી કરીને ટીમને વિજય તરફ દોરી ગઈ. આ સાથે, અક્ષર પટેલ હવે એક વનડેમાં ૫૦ કે તેથી વધુ રન બનાવનાર અને ચાર કે તેથી વધુ વિકેટ લેનાર છઠ્ઠો ભારતીય ખેલાડી છે. અગાઉ, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહે બે વાર આ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે સચિન તેંડુલકર, કે. શ્રીકાંત અને હાર્દિક પંડ્યાએ એક-એક વાર આ સિદ્ધિ હાંસલ કરી છે.એક જ વનડે મેચમાં ૫૦ થી વધુ રન બનાવનારા અને ૪ કે તેથી વધુ વિકેટ લેનારા ભારતીય ખેલાડીઓઃ કૃષ્ણમાચારી શ્રીકાંત – ૭૦ રન અને ૨૭ રનમાં ૫ વિકેટ (ન્યુઝીલેન્ડ સામે, ૧૯૮૮, વિશાખાપટ્ટનમ), સચિન તેંડુલકર – ૧૪૧ રન અને ૩૮ રનમાં ૪ વિકેટ (ઓસ્ટ્રેલિયા સામે, ૧૯૯૮, ઢાકા),સૌરવ ગાંગુલી – ૧૩૦ રન અને ૨૧ રનમાં ૪ વિકેટ (શ્રીલંકા સામે, ૧૯૯૯, નાગપુર),સૌરવ ગાંગુલી – ૭૧ રન અને ૩૪ રનમાં ૫ વિકેટ (ઝિમ્બાબ્વે સામે, ૨૦૦૦, કાનપુર),યુવરાજ સિંહ – ૧૧૮ રન અને ૨૮ રનમાં ૪ વિકેટ (ઇંગ્લેન્ડ સામે, ૨૦૦૮, ઇન્દોર),યુવરાજ સિંહ – ૫૦ રન અને ૩૧ રનમાં ૩ વિકેટ (આયર્લેન્ડ સામે, ૨૦૧૧, બેંગલુરુ),હાર્દિક પંડ્યા – ૭૧ રન અને ૨૪ રનમાં ૪ વિકેટ (ઈંગ્લેન્ડ સામે, ૨૦૨૨, માન્ચેસ્ટર),અક્ષર પટેલ – ૫૭ રન અને ૬૨ રનમાં ૪ વિકેટ (ઈંગ્લેન્ડ સામે, ૨૦૨૬, એજબેસ્ટન)અક્ષર પટેલને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પહેલી મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો. આ સાથે, તે ત્રણેય ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે આ એવોર્ડ જીતનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો. અક્ષર પટેલ પહેલા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે આ સિદ્ધિ મેળવી છે.