બગસરાના જામકા ગામે રહેતા એક યુવકને તેના પરિવારે ઠપકો આપતાં ઝેરી દવા પી લેતાં તેનું મોત
નીપજ્યું હતું. ગૌતમભાઇ દેવકુભાઇ વાળા (ઉ.વ. ૩૨)એ જાહેર કર્યા મુજબ, જયરાજભાઇ દેવકુભાઇ વાળા (ઉ.વ. ૩૭)ને છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાનું વ્યસન હતું. જેથી પરિવારના સભ્યો તેને ઠપકો આપતાં, લાગી આવવાથી તેણે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેનું મરણ થયું હતું. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.