અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહ દર્શન કરાવવાના મામલે ઝડપાયેલા બે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને લીલીયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂઆત બાદ આરોપીઓ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા બંને આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, લીલીયા વનવિભાગ દ્વારા સિંહોને નજીકથી દર્શન કરાવવાના અને વન્યજીવ સંરક્ષણ કાયદાના ભંગ સંબંધિત ગુનામાં બંને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરૂરી પૂછપરછ માટે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ અવધિ પૂર્ણ થતાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા જામીન નકારવામાં આવતા આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.