અમરેલી જિલ્લામાં ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસને વિશેષ સૂચના અપાઈ હતી. આ અંતર્ગત રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨), ૮૭ અને પોક્સો એક્ટની કલમ ૧૮ હેઠળ નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી ઝડપાયો છે. રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે ગણતરીના સમયમાં જ આરોપી અને ભોગબનનાર બંનેને શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.