અમરેલી તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા તાલુકાના તમામ ખેડૂતોને વિવિધ કૃષિ યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. હાલમાં સોયાબીન બ્લોક નિદર્શન અને દિવેલા બ્લોક નિદર્શન યોજના હેઠળ ખેડૂતોને ૫૦ ટકા સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત ટ્રાયકોટોડર્મા, એલ.એફ.ઓ.એમ., પ્રોમ અને નીમ ઓઇલ પર પણ ૫૦ ટકા સહાય ઉપલબ્ધ કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ વહેલા તે પહેલાના ધોરણે
આભાર – નિહારીકા રવિયા આપવામાં આવનાર હોવાથી રસ ધરાવતા ખેડૂતોને સમયસર અરજી કરવા જણાવાયું છે. ખેડૂતોએ જરૂરી માર્ગદર્શન અને કાર્યવાહી માટે પોતાના વિસ્તારના ગ્રામસેવક (ખેતીવાડી)નો તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. વિસ્તરણ અધિકારી આર.એમ. શેખવાએ ખેડૂતોને વિલંબ કર્યા વગર યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે.








































