ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ટકાવી રાખવા માટે પૂરતા મહેકમમાં પોલીસફોર્સ હોય એ જરૂરી છે. આજે ગુજરાતમાં હાઈટેક ભવનો, ટેકનોલોજીથી સજ્જ પોલીસ સ્ટેશનો અને પોલીસકર્મીઓના આવાસો જાતાં એવું લાગશે કે પોલીસમાં નોકરી કરતા કર્મચારીઓના દિવસો બદલાઈ ગયા છે. ૨૪ કલાકની નોકરી ગણાતી પોલીસની ફરજ એ નોકરી પણ સેવા છે ગમે ત્યારે અને ગમે એ સમયે તમારી એ તૈયારી હોવી જાઈએ કે ઉભા થઈને દોડવું પડશે. આજે રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અત્યંત પારદર્શક રીતે પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ ભરતી બોર્ડની પ્રશંસા કરી છે. આ અવસરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત પીએસઆઈ અને પોલીસ પરિવારના નવા સભ્યોને સંબોધિત કરતા અનેક મહત્વના નિવેદનો આપ્યા હતા અને ભવિષ્યની ભરતીઓને લઈને મોટી જાહેરાતો પણ કરી હતી.
નવનિયુક્ત ઉમેદવારોનું સ્વાગત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે પોલીસ એટલે ગુનેગારોને સીધા કરવાની ફોર્સ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં સામાજિક જીવનના દરેક તબક્કે અને મુશ્કેલીના સમયે જા કોઈ સૌથી પહેલાં પહોંચતું હોય તો તે પોલીસ છે. સરકારી નોકરી મેળવવી એ દરેકનું સપનું હોય છે. કેટલાક લોકો આને માત્ર એક નોકરી તરીકે જુએ છે, જ્યારે કેટલાક લોકો સામાન્ય નાગરિકોને મદદરૂપ થવાના આશયથી આ સેવામાં જાડાય છે. જેમને રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે, તેમને આ ખાખી વરદી થકી બદલાવ લાવવાનો મોટો અવસર પ્રાપ્ત થશે.
પોલીસની ફરજની કઠિનતા સમજાવતા મંત્રીએ તાજેતરમાં જ સુરતમાં પડેલા ભારે વરસાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “ગઈકાલે સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા ત્યારે પોલીસ જવાનો પાણીમાં ઉતરીને લોકોને ખભા પર બેસાડીને બચાવી રહ્યા હતા. પોલીસની કોઈ શિફ્ટ નથી હોતી અને આ કોઈ કોર્પોરેટ જાબ નથી કે ટાઈમ-ટુ-ટાઈમ નોકરી કરીને ઘરે જતા રહીએ. આ ઘણી ચેલેન્જ સાથે જાડાયેલી ૨૪ કલાકની નોકરી છે.”
નવનિયુક્ત પોલીસકર્મીઓને ટકોર કરતા હર્ષ સંઘવીએ એક મહત્વની શિખામણ આપી હતી કે, “ગામમાં વરદી પહેરીને જશો એટલે વટ તો પડી જશે, પણ આ વટ પાડવામાં આપણે જમીન સાથે જાડાયેલા રહેવાનું છે. તમે જનતા સાથે જેટલા વધુ જાડાયેલા રહેશો, એટલા જ પોલીસના સોર્સ વધુ મજબૂત થશે.”સાથે જ તેમણે કાયદો તોડનારાઓ સામે કડક હાથે કામ લેવાની વાત કરતા ભ્રષ્ટાચાર મુદ્દે પણ કડક ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, સૌથી વધુ લાંચિયા અધિકારીઓને જા ‘ગંગાજળ’ પીવડાવ્યું હોય તો તે આપણા મુખ્યમંત્રીએ કર્યું છે, માટે એ ગંગાજળ આપણા સુધી ન પહોંચે એ જવાબદારી તમારી રહેશે.
આ કાર્યક્રમ દરમિયાન ગૃહ મંત્રાલયના એક ખૂબ જ મહત્વના અને યુવાહિતના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. હવેથી પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનોએ મોંઘા ખાનગી ટ્રેનિંગ સેન્ટરો પર નિર્ભર નહીં રહેવું પડે. ખાનગી સેન્ટરોની જગ્યાએ હવે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે, જ્યાં ઉમેદવારો ટ્રેનિંગ લઈ શકશે. ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાનારી આ સુવિધામાં ઉમેદવારો સત્તાવાર ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરીને જરૂરી જાણકારી મેળવી શકશે.ગુજરાત સરકારના રોજગારીના રોડમેપ અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ૫ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૧૫ હજારથી વધુ ભરતીઓ કરવામાં આવી છે.