દામનગરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે સરદાર સર્કલ અને જુના અવેડા ચોક વિસ્તારમાં અલગ-અલગ વિસ્તારોમાંથી વરસાદી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે. આ વિસ્તારમાં દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાતા વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણી સાથે તણાઈને આવેલા પથ્થરના કપચા વાહનોના વ્હીલ સાથે અથડાઈ ઉછળતા હોવાથી લારીધારકો, રાહદારીઓ અને અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચવાની ભીતિ ઉભી થઈ છે. સ્થાનિકોએ રસ્તા પરના કપચા તાત્કાલિક દૂર કરવા તેમજ પડેલા ખાડાઓ પૂરવાની માંગ ઉઠાવી છે.