૩. યોગનું મહત્વઃ
વિશ્વ યોગ દિવસ દર વર્ષે ૨૧ જૂનના રોજ ઉજવવામાં આવે છે.
યોગ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની પ્રાચીન પદ્ધતિ છે.
યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન અને સુમેળ સ્થાપિત કરવાની એક પ્રાચીન ભારતીય જીવનપધ્ધતિ છે. “યોગ” શબ્દ
સંસ્કૃતના “યુજ” ધાતુ પરથી આવ્યો છે, જેનો અર્થ જોડવું, એકતા સ્થાપિત કરવી અથવા સંકલન કરવું થાય છે. યોગ દ્વારા વ્યક્તિ પોતાના શરીર, મન અને ચેતનાને એકાગ્ર બનાવીને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકે છે.
યોગનો ઇતિહાસ
યોગની શરૂઆત હજારો વર્ષો પહેલાં ભારતમાં થઈ હતી. પ્રાચીન ઋષિઓએ ધ્યાન અને સાધના દ્વારા યોગની પદ્ધતિઓ વિકસાવી હતી. યોગના સિધ્ધાંતોને વ્યવસ્થિત રીતે રજૂ કરવાનું શ્રેય મહર્ષિ પતંજલિને આપવામાં આવે છે, જેમણે યોગસૂત્ર દ્વારા યોગના મૂળભૂત સિધ્ધાંતો સમજાવ્યા.
યોગના મુખ્ય પ્રકારો
૧. રાજયોગ
મન અને ચિત્તના નિયંત્રણ પર ભાર મૂકે છે.
ધ્યાન અને સમાધિ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ છે.
૨. હઠયોગ
આસન, પ્રાણાયામ અને શારીરિક શુધ્ધિ પર આધારિત છે.
શરીરને મજબૂત અને લવચીક બનાવે છે.
૩. કર્મયોગ
નિઃસ્વાર્થ કર્મ અને ફરજનું પાલન કરવાનું શીખવે છે.
ફળની અપેક્ષા વગર કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
૪. ભક્તિયોગ
ઈશ્વર પ્રત્યે પ્રેમ, શ્રધ્ધા અને સમર્પણનો માર્ગ છે.
૫. જ્ઞાનયોગ
જ્ઞાન, વિચાર અને આત્મચિંતન દ્વારા સત્યની શોધ કરાવે છે.
અષ્ટાંગ યોગના આઠ અંગો
મહર્ષિ પતંજલિએ યોગના આઠ અંગો દર્શાવ્યા છેઃ
યમ – નૈતિક નિયમો (અહિંસા, સત્ય, અસ્તેય વગેરે)
નિયમ – વ્યક્તિગત શિસ્ત (શૌચ, સંતોષ, તપ વગેરે)
આસન – શરીરને સ્થિર અને સ્વસ્થ રાખતી મુદ્રાઓ
પ્રાણાયામ – શ્વાસનું નિયંત્રણ
પ્રત્યાહાર – ઇન્દ્રિયોનું નિયંત્રણ
ધારણા – મનને એકાગ્ર કરવું
ધ્યાન – સતત એક વિષય પર મન કેન્દ્રિત રાખવું
સમાધિ – સંપૂર્ણ એકાગ્રતા અને આત્મસાક્ષાત્કારની અવસ્થા
યોગના લાભો
શારીરિક લાભો
શરીરની લવચીકતા અને સંતુલન વધે છે.
સ્નાયુઓ મજબૂત બને છે.
પાચનક્રિયા સુધરે છે.
રક્તપરિભ્રમણ સારું રહે છે.
વજન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
માનસિક લાભો
તણાવ અને ચિંતા ઘટાડે છે.
એકાગ્રતા અને સ્મરણશક્તિમાં વધારો કરે છે.
મનને શાંતિ અને સ્થિરતા આપે છે.
ઊંઘની ગુણવત્તા સુધારે છે.
આધ્યાત્મિક લાભો
આત્મવિશ્વાસ અને આત્મજાગૃતિ વધે છે.
આંતરિક શાંતિનો અનુભવ થાય છે.
જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે.
યોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
યોગ ખાલી પેટે અથવા ભોજન પછી ઓછામાં ઓછા ૩ કલાક બાદ કરવો.
આરામદાયક અને ઢીલાં કપડાં પહેરવા. સ્વચ્છ અને શાંત સ્થળ પસંદ કરવું. . (ક્રમશઃ)
hemangidmehta@gmail.com