ભારત મોસમી આબોહવાનો દેશ છે. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે જેના કારણે અનેક જગ્યાએ કાદવ, કિચન અને પાણીના ભરાવવાનો પ્રશ્ન ઉદભવતો હોય છે. ગામડાઓમાં તો મોટાભાગે પાણીના પ્રવાહની વ્યવસ્થા નીચાણવાળા વિસ્તારમાં હોવાથી તળાવમાં અથવા જમીનમાં પાણી ઉતરી જતું હોય છે.નાળાઓના માર્ગે નાની નદીથી મોટી નદીઓ સુધી પાણી પહોંચી જતું હોય છે. સરકારે ગામડાઓમાં ચેકડેમ બાંધીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં બચાવવા માટે એક સારું અભિયાન ઊભું કરેલું છે. ચોમાસાનું મોટા ભાગનું ૯૦ થી ૯૫ ટકા પાણી સાગર મહાસાગરમાં ચાલી જાય છે. મીઠું પાણી ખારું બની જાય છે એટલે ગામડાના તળાવ અથવા તો ડેમો યોગ્ય રીતે સારા પાણીથી ભરાય તે આવનાર સિઝન માટે ખૂબ જરૂરી છે. પાણી ભરાવાના કારણે ભૂમિગત જળનું સ્તર ઊંચું આવે છે. જેથી બોર અને કુવાઓમાં પાણી ઊંચા આવે છે અને રવિ અને ઝાયદ પાક સારા લઈ શકાય છે. પાણીના બચાવ માટે પ્રયાસ કરવો જોઈએ. ચોમાસાનું પાણી એકદમ ચોખ્ખું અને પીવા લાયક હોવાથી તેનું સંવર્ધન કરવું તે આજના સમયની તાતી જરૂરિયાત છે.દરિયામાં ગયેલું પાણી ખારુ પાણી થઈ જાય છે એટલે પીવાના પાણી માટે ચોમાસા દરમિયાન વર્શેલુ પાણી ડેમ તેમજ તળાવો યોગ્ય પ્રમાણમાં ભરાવવા જોઈએ અને તેની આજુબાજુ વૃક્ષારોપણ થવું જોઈએ. જેથી પર્યાવરણીય પ્રશ્નો ઉદભવે નહીં. આજે સૌથી મહત્વનો પ્રશ્ન પાણીની શુદ્ધતાનો છે.ખેડૂતો માટે ચોમાસાની ઋતુ અગત્યની છે. જગતના તાત વાવણી કરવા માટે ચોમાસાની ઋતુની ચાતકની ગોળે રાહ જોતા હોય છે. ઘણી વખત
અતિવૃષ્ટિના કારણે ઉત્પાદન થયેલો પાક નુકસાન પામે છે.આવા સમયે સરકારે ખેડૂતોને નુકસાનનું વળતર આપવું જોઈએ. પાણીના ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ થાય છે.જેના કારણે બીમારી ફેલાય છે. શહેર સુધરાઈમાં મ્યુનિસિપાલિટી દ્વારા ગટર વ્યવસ્થા ઘણી વખતે એટલી બધી પ્લાનિંગ વગરની હોય છે કે દરરોજ ઘણા બધા વિસ્તારોમાં ગટર ઉભરાતી હોય છે. વરસાદના સમયે તો તળાવ જેવો માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક રસ્તાઓ ડામરથી તૈયાર કરે છે અને પછી પાછા તોડે છે અને ગટર વ્યવસ્થાનું કામ કરે છે. જ્યારે રોડ જ બનવાનો હોય તે સમયે પૂર્વ આયોજનથી ૨૫ વર્ષના પ્લાનિંગથી શા માટે ગટર, પાણી વગેરેની લાઈન નાખવામાં આવતી નથી? લોકોના પૈસેથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ લહેર કરે છે.ચોમાસા દરમિયાન શહેરોમાં એટલો બધો ટ્રાફિક અને પાણીનો ભરાવો જોવા મળે છે જે માટે મ્યુનિસિપાલટીનું બેદરકારી ભરેલું વરવું આયોજન જોવા મળે છે. કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા ટુટેલા હોય છે. વીજળીના પોલ માં વાયરો ખુલ્લા હોય છે. કેટલાકને શોર્ટ સર્કિટના કારણે મોતનો ભોગ બનવું પડે છે. આવા સમયે જાહેર માર્ગમાં તેમજ ઈલેક્ટ્રીકની લાઈનોને ચોમાસાના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ સ્પર્શ કરવો જોઈએ નહીં. ગમે તેટલો વરસાદ પડે યોગ્ય જગ્યાએ પાણીનો નિકાલ ન થાય તો તેનો કોઈ અર્થ ખરો? પેરીસ અને અન્ય શહેરો સાથે તુલના કરવા પૂર્વે શહેરની સુખાકારી અને જાહેર વ્યવસ્થા ઝડબે સલાક હોવી જોઈએ. સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ હતા ત્યારે તેમણે રોડ, રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થા માટે તે સમયે જે વ્યવસ્થા કરેલી તે આજના કોર્પોરેશનને અમલ કરવાની જરૂર છે. અમદાવાદમાં પડેલા અતિશય વરસાદમાં રાત્રે પોતાના ઘરેથી નીચાણવાળા વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લેવા માટે નીકળી પડતા પ્રમુખ આજે કોર્પોરેશનમાં છે?નગરસેવક તરીકે પ્રજાના વોટની કિંમત સુખાકારી આપીને ચૂકવવાની હોય છે. પ્રજાના ટેક્સના પૈસેથી એ.સી.ચેમ્બરોમાં બેસીને જે મોજ કરો છો તે કેટલા અંશે યોગ્ય છે? પ્રજાને સુવિધા આપવા માટે પ્રિમોન્સુન પ્લાન ક્યારે સફળ થયો છે?
ચોમાસાના સમયગાળા દરમિયાન શહેર અને ગામડાઓમાં લાઈટની વ્યવસ્થા માટે હાથ વગી બેટરી તેમજ જરૂરી દવાઓ, કરિયાણું ભરી રાખવું જોઈએ. ચોમાસા દરમિયાન ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડ પર પ્લાસ્ટિકની થેલી સેલોટેપથી ચોંટાડી દેવી જોઈએ. જેથી શોર્ટ સર્કિટ થાય નહીં. બીના હાથે ઇલેક્ટ્રીક ઉપકરણને સ્પર્શ કરવો જોઈએ નહીં.કેટલાક બાળકો ગામડાઓમાં થાંભલા ના જે પ્રોટેક્શન માટે નાખેલા ઇલેક્ટ્રિક વાયરો સાથે સંપર્કમાં આવતા હોય છે ત્યારે અર્થિંગ લાગતા શોર્ટ સર્કિટ થતું હોય છે તે પૂર્વે જીઇબીએ સમારકામ કરાવી લેવું જોઈએ. જેથી ગંભીર ઘટના બને નહીં.બિનજરૂરી ઘરેથી પાણી જોવા કે વરસાદના માહોલમાં બહાર રખડવા જવું જોઈએ નહીં.ખનન પ્રવૃત્તિના કારણે ગામડાઓના તળાવો અને નદીઓ એટલી બધી ઊંડી બની ગઈ હોય છે કે કેટલાક લોકો પાણીમાં ડૂબી જાય છે. આપણે દરરોજ ઘરે સ્નાન કરીએ છીએ તો નદીમાં ન્હાવા જવાની કોઈ જરૂર નથી. મચ્છરનો ઉપદ્રવ થાય તો થોડુંક કેરોસીન પાણીમાં નાખી દેવું જોઈએ જેથી રોકચારો ફેલાય નહીં.ચોમાસામાં ઉકાળેલું પાણી પીવું જોઈએ. ખેતરોમાં સર્પ અને અનેક જનાવરો નીકળવાની સંભાવના હોય છે તે પૂર્વે હાથમાં લાઈટ અને પગે પ્લાસ્ટિકના મોટા બુટ પહેરીને ખેતરમાં ફરવું જોઈએ. ગુજરાતમાં મોટાભાગે બિન ઝેરી સાપ હોય છે. કદાચ ડંખ મારે તો સરકારી દવાખાને તરત જ ટ્રીટમેન્ટ લેવા પહોંચવું જોઈએ અને જે જગ્યાએ ડંખ માર્યો હોય તેની આગળ ફીટ દોરી બાંધીને લોહીનો પ્રવાહમાં બંધ કરી દેવો જોઈએ.મોટાભાગના લોકો ગભરાઈને મરી જાય છે. ચોમાસાના સમયગાળા દરમિયાન ઘણી વખતે પાણીનો પ્રવાહ એટલો બધો ભારે હોય તે વખતે ગાડી અથવા તો બાઈક પાણીમાં નાખીને બહાદુરી બતાવવાની જગ્યાએ ઉપર જવાની તૈયારી કરતા હોઈએ છીએ એટલે આવા સાહસ કરવાની જરૂર છે નહીં.ચોમાસાના સમયગાળા દરમિયાન ઘરમાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ. ઠંડુ કે વાસી કોઈપણ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ નહીં.ગરમ કરીને જ આરોગવો જોઈએ.ચોમાસા દરમિયાન ચાલુ વરસાદે ઝાડ નીચે ઉભા રહેવું જોઈએ નહીં. વીજળી પડવાની શક્યતા ઝાડ ઉપર અથવા તો મોબાઈલના રેડીએશનના કારણે ત્યાં પડવાની શક્યતા રહેલી હોય છે એટલે સલામત જગ્યાએ ઊભા રહેવું જોઈએ.બાળકોને શાળાએ મોકલતી વખતે કપડાની જે થેલી હોય તેની અંદર પ્લાસ્ટિકની બેગમાં પાઠ્યપુસ્તકો મૂકીને આવવા જોઈએ જેથી પલળી જવાની શક્યતા ઓછી રહે. વધારે વરસાદ હોય એટલે સરકારે સૂચના જ આપેલી છે કે આચાર્યશ્રીએ વિવેક બુધ્ધિ વાપરીને તે સમયે શાળામાં બાળકોને બોલાવવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. બાળકો છે તો જ શાળા છે. આવા સમયે વિવેક અનિવાર્ય છે. ચોમાસા દરમિયાન ગંદકી ન થાય તેની તકેદારી રાખીએ અને વરસાદના પાણીનો યોગ્ય નિકાલ થાય તેનું સંવર્ધન થાય એવા પ્રયાસો કરવા જોઈએ.જગતનો તાત વરસાદના કારણે સુખી છે. વાવાઝોડું અને પૂર વચ્ચે મદદ કરવી જોઈએ.બિનજરૂરી સોશિયલ મીડિયા ઉપર ખોટા સમાચાર પ્રસારિત કરવા જોઈએ નહીં. વાવાઝોડા વખતે પુષ્કર વરસાદ પડતો હોય તેવા સમયે બહાર જવાનું ટાળવું જોઈએ. સલામત જગ્યાએ ઘરે રહેવા પ્રયાસ કરવો જોઈએ.બેટમાં ફેરવાઈ ગયેલા વિસ્તારોમાં સત્વરે જીવન જરૂરિયાતવાળી ચીજવસ્તુઓ મોકલવી જોઈએ.આરોગ્ય ટીમ દ્વારા દવાનો છંટકાવ અને સ્વચ્છતા અભિયાન વ્યાપક બનાવવું જોઈએ.જેથી જાહેર સુખાકારી વ્યાપક બનાવી શકાય.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨






































