અમદાવાદમાં આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-૭ ડીસીપીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા ઓપરેશન ક્લીન સ્વીપ મેગા કેમ્બિંગ દરમિયાન મોટી સંખ્યામાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થઈ શકે તે માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ઝોન-૭ ડીસીપીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ક્લીન સ્વીપ મેગા કેમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કેમ્બિંગ હાથ ધર્યું હતું.
આ મેગા કેમ્બિંગ દરમિયાન પોલીસે કુલ ૧૮૦થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન પ્રોહિબિશનના ગુનાઓ, સ્ફ એક્ટ હેઠળના ગુનાઓ તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કાયદા મુજબ તમામ આરોપીઓ સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
વેજલપુર, સરખેજ, સેટેલાઈટ, વાસણા, પાલડી, એલિસબ્રિજ અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં આ વિશેષ કોÂમ્બંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમોએ પોતાના વિસ્તારમાં સઘન તપાસ કરી હતી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. આ દરમિયાન વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા તેમજ લાંબા સમયથી પોલીસને વોન્ટેડ રહેલા આરોપીઓને પણ ઝડપી લેવામાં સફળતા મળી હતી. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે આ વિશેષ મેગા કોÂમ્બંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત સ્ફ એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને શોધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ઝોન-૭ ડીસીપીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. ૧૮૦થી વધુ આરોપીઓની ધરપકડ સાથે પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વેજલપુર, સરખેજ, સેટેલાઈટ, વાસણા, પાલડી, એલિસબ્રિજ અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં હાથ ધરાયેલા આ મેગા કેમ્બિંગ દ્વારા પોલીસની સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનતી જાવા મળી છે.