યુક્રેનિયન રાષ્ટÙપતિ ઝેલેન્સકી અને રશિયન રષ્ટ્રાપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે યુદ્ધ સમાપ્ત કરવા વિશે વાત કરી. તાજેતરમાં, ઝેલેન્સકીએ એકસ પર લખ્યું હતું કે તેમણે ટ્રમ્પને અમેરિકન સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠ પર અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. બંને નેતાઓએ ફ્રન્ટ લાઇન પર પરિÂસ્થતિની ચર્ચા કરી. તેમણે કહ્યું, “આ યુદ્ધનો અંત લાવવાની વાસ્તવિક શક્યતા છે, અને અમેરિકાનો સંકલ્પ મહત્વપૂર્ણ રહેશે. અમે અંકારામાં નાટો સમિટ દરમિયાન રૂબરૂ વાતચીત ચાલુ રાખવા સંમત થયા.”
ક્રેમલિનએ જણાવ્યું હતું કે પુતિન અને ટ્રમ્પે “રચનાત્મક” ફોન કોલમાં યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી હતી. ક્રેમલિનના વિદેશ બાબતોના સલાહકાર યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે પુતિને ટ્રમ્પ અને અમેરિકન લોકોને અમેરિકન સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા. આ કોલ લગભગ દોઢ કલાક ચાલ્યો હતો અને આ વર્ષે તેમનો ચોથો હતો. ઉષાકોવે કહ્યું હતું કે ટ્રમ્પે યુક્રેનમાં “લડાઈનો અંત લાવવા અને કટોકટીનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવામાં મદદ કરવા માટે તેમની તૈયારી”નો પુનરોચ્ચાર કર્યો હતો, જ્યારે ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર મધ્યસ્થી પ્રયાસો ચાલુ રાખશે અને મોસ્કોની મુસાફરી કરવા માટે તૈયાર રહેશે.
ક્રેમલિનના સલાહકાર ઉષાકોવે જણાવ્યું હતું કે પુતિને ફરી એકવાર સંઘર્ષના “રાજદ્વારી ઉકેલ માટે રશિયાની પસંદગી” પર ભાર મૂક્્યો હતો, જા રશિયાની જાણીતી, મૂળભૂત Âસ્થતિનું સન્માન કરવામાં આવે. પુતિને કિવ અને તેના યુરોપીયન સાથીઓ પર “સંઘર્ષને લંબાવવા અને વધારવાનો દાવ લગાવવાનો” આરોપ પણ લગાવ્યો અને દલીલ કરી કે “યુરોપમાં યુદ્ધ તરફી જૂથ” એકંદર પરિસ્થિતિ અને સંપર્ક રેખા પરની પરિસ્થિતીની ગેરસમજ પર કાર્ય કરી રહ્યું છે. ઉષાકોવે વધુમાં જણાવ્યું કે પુતિને ટ્રમ્પને “યુદ્ધભૂમિ પરની વાસ્તવિક પરિસ્થિતિ” વિશે માહિતી આપી, જ્યાં રશિયન સૈનિકો આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યા છે અને પ્રદેશ પછી પ્રદેશ મુક્ત કરી રહ્યા છે.
રશિયન નેતાએ ખાસ કરીને યુક્રેનિયન ગઢ કોસ્ટ્યાÂન્ટનીવકા પર કબજા કરવાનો ઉલ્લેખ કર્યો, તેને સમગ્ર ડોનેટ્સક પ્રદેશની “મુક્ત” તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. જા કે, કિવએ રશિયાના કોસ્ટ્યાન્તિનીવકા પર કબજા કરવાના દાવાને નકારી કાઢ્યો છે.








































