ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાએ ખેડૂત હિતમાં લેવાયેલા વીજ ટ્રાન્સમિશન ટાવર અને પાવર લાઈનો અંગેના ઐતિહાસિક નિર્ણય બદલ પ્રધાનમંત્રી,
ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સહિતના નેતાઓનો આભાર માન્યો છે. આ નિર્ણય સરકારની ખેડૂત કલ્યાણ પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
નવા સુધારા મુજબ, હવે જંત્રી આધારિત મૂલ્યાંકનને બદલે જમીનની પ્રવર્તમાન બજાર કિંમતના ૨૦૦ ટકા (બમણા) દરે વળતર અપાશે. ટાવરના પાયા માટે વળતર નક્કી કરતી વખતે ચારેય બાજુના વધારાના એક મીટર વિસ્તારને પણ ગણતરીમાં લેવાશે. વળતરની ચુકવણી હવે વિવિધ તબક્કાને બદલે એક જ હપ્તામાં ૧૦૦ ટકા કરી દેવાશે, જેથી ખેડૂતોને સમયસર આર્થિક સહાય મળે. જમીનની બજાર કિંમતના પારદર્શક મૂલ્યાંકન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ‘માર્કેટ રેટ કમિટી’ રચાશે, જેમાં ખેડૂતોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.





































