અમરેલી જિલ્લામાંથી વધુ બે સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. ધારીમાં રહેતા યુવકે ગીર ગઢડા તાલુકાના સમઢીયાળા ગામના અશ્વિનભાઈ ભીખાભાઈ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની સગીર બહેનને લલચાવી-ફોસલાવી, લગ્ન કરવાના કે બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો.
ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. બી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.હેમાળ ગામે રહેતી એક મહિલાએ જૂની જીકાદ્રી ગામના મહેશભાઈ મનસુખભાઈ જોગદીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેની સગીર પુત્રીને લલચાવી-ફોસલાવીને બદકામના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો.
ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.










































