દિલ્હીની બહાર મુંડકામાં એક ફેક્ટરીમાં અકસ્માત થયો. સેપ્ટીક ટાંકીની અંદર ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી ત્રણ લોકોના મોત થયા. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ફેક્ટરીની અંદર બની હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, બપોરે ૧૨ઃ૦૩ વાગ્યે એક ફોન આવ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે મુંડકા ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં સેપ્ટીક ટાંકીમાં કેટલાક લોકો ફસાયેલા છે.
મૃતકોની ઓળખ અરુણ (૩૮), સંદીપ (૩૨) અને ચાંદ (૪૨) તરીકે થઈ છે. ત્રણેય સુલતાનપુરીના રહેવાસી હતા. તેઓ સેપ્ટીક ટાંકીમાં પ્રવેશ્યા હતા અને ઝેરી ગેસ શ્વાસમાં લીધા બાદ બેભાન થઈ ગયા હતા.










































