સાવરકુંડલાના આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર લાલધામ આશ્રમ ખાતે સમાજ અને લોકસેવાના ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા જનપ્રતિનિધિઓ તેમજ આરોગ્ય ક્ષેત્રે માનવતાની સેવા બજાવતા તબીબોના સન્માન માટે ભવ્ય સમારોહ યોજાયો હતો. પૂજ્ય સંતોના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નયનાબેન અતુલભાઈ કાપડિયા, દંડક અરવિંદકુમાર શામજીભાઈ મેવાડા અને તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન મુકેશભાઈ મહિડાનું શાલ અને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ડો. માધવીબેન નાથાલાલ રાઠોડ અને ડો. કોમલબેન ભાણજીભાઈ ખુમાણને આરોગ્ય સેવાઓ બદલ વિશેષ સન્માન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન હેતલબેન જીતેન્દ્રભાઈ વાઘેલા અને નિતિનભાઈ રાધવભાઈ હેલેયાની લોકસેવાની પણ પ્રશંસા કરવામાં આવી હતી.






































