પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય પ્રતાપ સિંહ બાજવાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યા. તેમણે આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીઓ અંગે વિપક્ષના નેતાને માહિતી આપી. બેઠક પછી, બાજવાએ કહ્યું કે બેઠકમાં પંજાબ અને કોંગ્રેસ પાર્ટીના ભવિષ્ય અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
બાજવાએ કહ્યું કે બેઠક સફળ રહી. “અમે પંજાબ અને કોંગ્રેસ પાર્ટીની સુધારણા અંગે ચર્ચા કરી.” તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને યોગ્ય લાગે તે રીતે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે. પંજાબના લોકો કોંગ્રેસને બીજી તક આપવા તૈયાર છે, અને હવે પાર્ટીએ આ તકનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જાઈએ.
કોંગ્રેસની ચૂંટણી સંભાવનાઓમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આઠ બેઠકો જીતી હતી, જેમાં ચંદીગઢમાં એક અને પંજાબમાં સાત બેઠકોનો સમાવેશ થાય છે. બાજવાએ કહ્યું, “જા કોંગ્રેસ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧૪ સંસદીય બેઠકોમાંથી આઠ બેઠકો જીતી શકે છે, તો તે હવે વિધાનસભા ચૂંટણીમાં કેમ સારું પ્રદર્શન કરી શકતી નથી?” બાજવાએ કહ્યું કે મારા મતે, ભગવાનના આશીર્વાદથી કોંગ્રેસ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ૭૦ થી ૮૦ બેઠકો જીતી શકે છે.





































