અમરેલીના ખાંભા તાલુકાના તાતણિયા ગામના શ્રમિક પુત્ર નરેશકુમાર ગઢિયાએ કારમી ગરીબાઈ વચ્ચે અભ્યાસ પૂર્ણ કરી સુરતમાં વ્યાપારિક સફળતા મેળવી છે. કપરા ભૂતકાળને ભૂલ્યા વિના, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી સુરતમાં ‘હોલી હેલ્થ સેન્ટર’ ચલાવે છે, જ્યાં દરરોજ દર્દીઓને વિનામૂલ્યે તબીબી સેવા અપાય છે. તાજેતરમાં જનતા વિદ્યાલયના નિવૃત્ત પ્રિન્સિપાલ હરિભાઈ મોરે આ સેન્ટરની મુલાકાત લઈ પોતાના પૂર્વ વિદ્યાર્થીની આ લોકકલ્યાણની પ્રવૃત્તિને ગૌરવભેર બિરદાવી હતી.








































