રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી અમરેલી એલ.સી.બી. પોલીસે વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પી.આઈ. સી.પી. વાઘેલાના નેતૃત્વમાં ટીમે પેટ્રોલિંગ દરમિયાન સાવરકુંડલાના જેન્તી ઉર્ફે પાયલ બારીયા (ડામોર) નામના ઇસમને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી પાડ્‌યો હતો. આરોપીની સઘન પૂછપરછ દરમિયાન તેણે અમરેલી, અમદાવાદ (નરોડા), રાજકોટ (પ્રદ્યુમનનગર) અને ભાવનગર જિલ્લામાંથી કુલ ૪ મોટરસાયકલ ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રૂ. ૧,૨૫,૦૦૦/- ની કિંમતના ૪ બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મજૂરી કામના બહાને ફરીને હેન્ડલ લોક વગરના વાહનો ચોરવાની ટેવ ધરાવે છે.