અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અમરેલી જિલ્લાના યુવા કાર્યકર રુદ્ર નિખિલભાઈ રાજ્યગુરૂની જિલ્લા સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે. અગાઉ કેમ્પસ પ્રમુખ, નગર સહમંત્રી અને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નોંધપાત્ર સેવાઓ આપી ચૂકેલા રુદ્રભાઈએ હંમેશા વિદ્યાર્થી હિતના પ્રશ્નોને મક્કમતાથી વાચા આપી છે. તાજેતરમાં મહીસાગર જિલ્લામાં તેમની આગેવાની હેઠળ યોજાયેલો “અનુભૂતિ” કાર્યક્રમ પણ ખૂબ સફળ રહ્યો હતો. આ વરણીથી વડિયા-અમરેલી બ્રહ્મ સમાજ અને સંગઠન પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે અને સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે