અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડ ખાતે બસમાં ચડવા જતી વખતે ૮૦ હજારની કિંમતનો મોબાઈલ
ચોરાયો હતો. આ અંગે નિશાંકગીરી કુલસુખગીરી ગોસ્વામી (ઉ.વ. ૪૫)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલીફરિયાદ પ્રમાણે, તેઓ અમરેલી મોટા બસ સ્ટેન્ડ ખાતે બસમાં ચડવા જતા હતા ત્યારે તેમના ઉપરના ખિસ્સામાંથી કોઈ એપલ ૧૫ પ્લસ મોબાઈલ ચોરી ગયું હતું.
જેની કિંમત ૮૦ હજાર જાહેર કરાઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. મકવાણા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































