વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત સેવાકાર્યોના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુપ્રસિદ્ધ તીર્થધામ ભુરખીયાધામ ખાતે એક ભવ્ય મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તો અને અગ્રણીઓએ દેશના યશસ્વી પ્રધાનમંત્રીનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને તેઓ દીર્ઘાયુ બને તે માટે ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. સમગ્ર ભુરખીયાધામ ભક્તિમય માહોલ અને રાષ્ટ્રભાવનાના દિવ્ય નારાઓથી ગુંજી ઉઠ્‌યું હતું.