શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત સંચાલિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ને ધી ઇન્સ્ટીટયુટ ઓફ સિવિલ એન્જીનીયર્સ એન્ડ આર્કિટેક્ટ અને અલ્ટ્રાટેક તરફથી ઇન્સ્ટીટયુસનલ કેટેગરીમાં ‘આઉટસ્ટેન્ડિંગ કોન્ક્રીંટ સ્ટ્રક્ચર ઓફ સુરત-૨૦૨૬’ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત થયેલા આ ભવનને સન્માનિત કરવામાં આવ્યું હતું.સુરત-કામરેજ રોડ પર સ્થિત, ૧૩ માળનું અને ૩ લાખ ચોરસ ફૂટનું આ ભવ્ય બિલ્ડીંગ ૧૦૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી હોસ્ટેલ, વિશાળ પુસ્તકાલય, કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ અને ૩૧ ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમા જેવી સુવિધાઓ ધરાવે છે. આ મજબૂત બાંધકામના નિર્માણ બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ ભવાનભાઈ નવાપરા અને હરિભાઈ કથીરિયા સહિત આર્કિટેક્ટ કૌશલ લહેરી તથા પી.એમ.સી.ની ટીમને એવોર્ડ આપી ગૌરવપૂર્વક સન્માનિત કરાયા હતા











































