મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલ ૨૦૨૬ માં એક પણ મેચ રમી ન હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો સમગ્ર સિઝન દરમિયાન તેમના સ્ટાર ખેલાડી ધોનીને જોવા માટે ઉત્સુક હતા.આઇપીએલના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ધોનીએ આખી સિઝન દરમિયાન એક પણ મેચ રમી ન હતી.આઇપીએલ સીઝન પૂરી થતાં, ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો હવે આગામી સિઝન માટે ધોનીની વાપસીની આશા રાખી રહ્યા છે. આ દરમિયાન, ધોની એક નવી ટી ૨૦ લીગનો પ્રચાર કરતો જોવા મળ્યો.
ખરેખર, ઝારખંડ ટી ૨૦ લીગ ધોનીના વતન રાંચીમાં યોજાઈ રહી છે, જેનો પ્રારંભ ૧૦ જૂને થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં લીગના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. તેમની હાજરીએ આ નવી લીગના લોન્ચને ખાસ બનાવ્યું. ધોની કાળા પોલો ટી-શર્ટ અને ચશ્મામાં સ્ટાઇલિશ દેખાતો હતો અને સ્ટેન્ડમાંથી ટુર્નામેન્ટની પહેલી મેચનો આનંદ માણ્યો હતો.
સ્ટેડિયમમાં હાજર ચાહકો ધોનીને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને એવી ૨૪ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં આયોજિત, આ લીગમાં કુલ ૨૭ મેચ રમાશે. આ ટુર્નામેન્ટ બે અઠવાડિયા સુધી ચાલશે, જેમાં સેમિફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે. બધી મેચ જેએસસીએ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં યોજાશે. આ ૧૪ દિવસની ટુર્નામેન્ટની સેમિફાઇનલ ૧૩ જૂને અને ફાઇનલ બીજા દિવસે, ૧૪ જૂને રમાશે.
આ લીગમાં એ ટીમો ભાગ લઈ રહી છેઃ રાંચી ટાઇટન્સ, જમશેદપુર સ્ટીલર્સ, છોટા નાગપુર રોયલ્સ, કોયલાંચલ સુપર કિંગ્સ, ધનબાદ ડાયમંડ્સ અને સંથાલ સ્ટ્રાઇકર્સ.જેએસસીએ ના પ્રમુખ અજય નાથ શાહદેવે લીગને રાજ્ય ક્રિકેટ માટે એક મોટું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે આ ટુર્નામેન્ટ ખેલાડીઓની નવી પેઢીને પ્રેરણા આપશે અને તેમને પ્રગતિ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને જેએસસીઅના માનદ સચિવ સૌરભ તિવારીએ જણાવ્યું હતું કે આ લીગ યુવા ખેલાડીઓ માટે એક શ્રેષ્ઠ તક સાબિત થશે, જેનાથી તેમને અનુભવી ખેલાડીઓ સાથે રમવાની અને પોતાને સાબિત કરવાની તક મળશે. ભારત માટે રમી ચૂકેલા શાહબાઝ નદીમે કહ્યું કે આ ટુર્નામેન્ટ બે અઠવાડિયા માટે સ્પર્ધાત્મક ક્રિકેટનું એક મહાન વાતાવરણ બનાવશે અને ઉભરતા ખેલાડીઓ માટે નવા દરવાજા ખોલશે.














































