કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી અને ક્રિષ્ના ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મોટા લીલિયા ગામે ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. અરુણભાઈ પટેલે આધુનિક ખેતી પદ્ધતિઓ પર ભાર મૂક્યો હતો, જ્યારે ભાવનાબેન ગોંડલીયાએ ટકાઉ કૃષિ માટે વૈજ્ઞાનિક ટેકનોલોજી અપનાવવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.કાર્યક્રમમાં દ્ભફદ્ભના વડા ડો. મિનાક્ષી કે. બારીયાએ જમીન-પાણી પૃથ્થકરણ, સંતુલિત ખાતર અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિષય નિષ્ણાંત ડો. સ્વેતાબેન પટેલે મગફળી અને કપાસમાં પોષણ વ્યવસ્થાપન, અને ડો. એન.એમ. કાછડિયાએ રોગ-જીવાત નિયંત્રણ તેમજ જૂનાગઢ
કૃષિ યુનિવર્સિટીના જૈવિક ઉત્પાદનો વિશે માહિતી આપી હતી.










































