અમરેલીમાં બહુમાળી ભવન પાસે પાર્ક કરેલી બાઈકની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો.
આ અંગે જયભાઈ દીપકભાઈ શુક્લ (ઉ.વ. ૨૯)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોટાભાઈની માલિકીની બાઈક બહુમાળી ભવનમાં જવાના દરવાજા પાસે પાર્ક કરી હતી, જ્યાંથી અજાણ્યો ઈસમ તેની ચોરી કરીને લઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એસ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































