પ્રધાનમંત્રી પદે નરેન્દ્રભાઈ મોદીના અવિરત અને સફળ ૧૨ વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સાવરકુંડલા શહેરમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં વિવિધ જનસંપર્ક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નવી શાકમાર્કેટ ખાતે નાના વેપારીઓ, શાકભાજી ફેરીયાઓ અને શ્રમિક વર્ગના લોકો સાથે મુલાકાત કરી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વેપારીઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વેપારીઓ અને નાગરિકોને આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશસેવાના વધુ લાંબા કાર્યકાળ માટે ભગવાન મહાદેવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.







































