ગુજરાતના વડોદરાના પોશ રેસકોર્સ વિસ્તારમાં આવેલા ‘માલાબાર ગોલ્ડ’ શોરૂમમાં ચોરીની એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખરીદી કરવાના બહાને આવેલી એક હાઈપ્રોફાઈલ મહિલાએ સ્ટાફની નજર ચૂકવીને લાખો રૂપિયાની કિંમતની સોના અને ડાયમંડની વીંટી તથા ઈયરરિંગ્સ (બુટ્ટી) ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મહિલાએ ચોરી કરેલા દાગીના પોતાના મોઢામાં છુપાવી દીધા હતા, જેથી કોઈને શંકા ન જાય. જાકે, શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાની આ કરતૂત પકડાઈ ગઈ હતી અને તેને ઘટનાસ્થળે જ અટકાવી દેવામાં આવી હતી. ચોરી પકડાતા જ મહિલા રડવા લાગી હતી અને તેણે માફી પણ માંગી હતી.
સીસીટીવી ફૂટેજમાં જાઈ શકાય છે કે મહિલા ગ્રાહક બનીને શોરૂમમાં આવી હતી. ત્યારબાદ તેણે સ્ટાફ પાસે સોના અને હીરાના દાગીના જાવાની ઈચ્છા વ્યક્ત કરી. સ્ટાફ સાથે વાતચીત કરતી વખતે તેણે તેમનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો અને પછી ચુપકેથી સોના-હીરાની બુટ્ટીઓનો એક સેટ અને એક વીંટી પોતાના મોઢામાં છુપાવી દીધી. જ્યારે સ્ટાફને તેની હિલચાલ પર શંકા ગઈ, ત્યારે દાગીનાની ફરીથી ગણતરી કરવામાં આવી. કેટલાક દાગીના ગાયબ જણાતા મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલા ગભરાઈ ગઈ હતી, જે બાદ ગાયબ થયેલા દાગીના તેના મોઢામાંથી મળી આવ્યા હતા. આ રીતે, લાખો રૂપિયાના કિંમતી દાગીનાની ચોરીનો પ્રયાસ ઘટનાસ્થળે જ નિષ્ફળ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મહિલાને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું મહિલાએ અન્ય કોઈ સ્થળોએ પણ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ.
અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, આ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી અને પોલીસે મહિલાની પૂછપરછ પણ કરી હતી. પરંતુ શોરૂમ સંચાલકો દ્વારા (સત્તાવાર) ફરિયાદ ન નોંધાવવાને કારણે અને મહિલાની માનસિક સ્થિતિને જાતા આગળ કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી.