સુરત મુકામે વિઠલપુર ગામ પરિવાર દ્વારા ૧૮મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાઓ અને દાતાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. વિઠલપુર ખંભાળીયા આજે ગુજરાતમાં શિક્ષણનું રોલ મોડલ બની રહ્યું છે. ગામના કેળવણીકાર મનુભાઈ ગોંડલીયાના જણાવ્યા મુજબ, અહીંના વિદ્યાર્થીઓએ ૯૮ ટકાથી વધુ ગુણ મેળવ્યા છે.આ ગામની નિસ્વાર્થ સેવાથી સમાજને ૧૦૦૦થી વધુ ડોક્ટરો અને એન્જિનિયરો મળ્યા છે. ગામના ૧૬૦થી વધુ લોકો ૮ દેશોમાં ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત છે અને ૧૬૦થી વધુ લોકો માસ્ટર ડિગ્રી ધરાવે છે. ગામના નિકુલભાઈ ગોટી ઈસરોમાં વૈજ્ઞાનિક છે, જ્યારે અન્ય સભ્યોમાં ૮Ph.D., ૨૦ ડોક્ટરો અને ૨૦થી વધુ સરકારી અધિકારીઓ સામેલ છે.