નીતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી તે ભારતમાં સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલા ‘રામાયણ’ ફિલ્મના ટીઝરમાં, રણબીર કપૂર ભગવાન રામ અને યશ રાવણ તરીકે દેખાયા હતા. ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવનાર કાજલ અગ્રવાલે ફિલ્મની ભવ્યતા વિશે વાત કરી.
વેરાયટી ઇન્ડીયાના એક અહેવાલ મુજબ, કાજલ અગ્રવાલે કહ્યું કે ફિલ્મ ‘રામાયણ’ પર કામ કરવાનો અનુભવ તેના અગાઉના બધા કામો કરતાં ખૂબ જ અલગ અને અનોખો રહ્યો છે. તેણીએ કહ્યું કે આ ફિલ્મ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજી અને તેની સાથે જાડાયેલી લાગણીઓ આખી ટીમ માટે ખૂબ જ ખાસ છે.
કાજલે કહ્યું, “આ અનુભવ સંપૂર્ણપણે નવો હતો કારણ કે ફિલ્મ અદ્ભુત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આવી ફિલ્મ ભારતમાં પહેલાં ક્યાંરેય બની નથી. કલાકારો તરીકે, અમે પણ પહેલી વાર આવું કંઈક કરી રહ્યા છીએ. આ આપણા દેશની પોતાની વાર્તા છે, તેથી તે આપણા હૃદયની ખૂબ નજીક છે.”
‘રામાયણ’ ફિલ્મમાં કાજલ અગ્રવાલ રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવે છે. તેણીની ટિપ્પણીઓએ દર્શકોની ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતામાં વધુ વધારો કર્યો છે. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. તે બે ભાગમાં બની રહી છે અને તેને ભારતમાં બનેલી સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવે છે.
રિપોર્ટ્‌સ અનુસાર, ‘રામાયણ’ ફિલ્મના બંને ભાગ બનાવવાનો ખર્ચ આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયા છે. આ બજેટ સાથે, તે વિશ્વની સૌથી મોંઘી ફિલ્મોની યાદીમાં જાડાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતા, નમિત મલ્હોત્રા કહે છે કે આ ફિલ્મ “લોર્ડ ઓફ ધ રિંગ્સ” અને “અવતાર” જેવી મોટી હોલીવુડ ફિલ્મો સાથે સ્પર્ધા કરવા માટે બનાવવામાં આવી રહી છે, જેથી તેને વિશ્વભરમાં પસંદ કરી શકાય.નિર્માતાઓએ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. “રામાયણ”નો પહેલો ભાગ આ વર્ષે દિવાળી ૨૦૨૬ અને બીજા ભાગ દિવાળી ૨૦૨૭ પર રિલીઝ થશે.