ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ લોકોની આંતરડી ઠારવા માટે સાવરકુંડલાનું સોનિક ફાઉન્ડેશન છેલ્લા ૧૨ વર્ષથી પ્રશંસનીય સેવા આપી રહ્યું છે. સંસ્થા દ્વારા દેવળા ગેઇટ પાસે આવેલી શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે, જ્યાં દરરોજ સવારે ૬ઃ૩૦ થી ૭ઃ૩૦ દરમિયાન ૧૦૦૦ થી ૧૨૦૦ લીટર શુધ્ધ છાશનું વિતરણ કરીને સેંકડો પરિવારોને રાહત પહોંચાડવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૫ માર્ચ ૨૦૨૬થી શરૂ થયેલા આ કેન્દ્રમાં જીતેષભાઈ ગેડીયા, જીતેન્દ્રભાઈ નાંઢા, તેજસભાઈ ચોંડિગરા, દિલીપભાઈ રાઠોડ અને નિકુલ ગેડીયા જેવા સેવાભાવી કાર્યકરો અવિરત સેવા આપી રહ્યા છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સાવરકુંડલામાં એક અદ્યતન અને આધુનિક હાર્ટ હોસ્પિટલનું નિર્માણ કરવાનો છે.