અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અને તેની સિક્વલએ બોક્સ ઓફિસ ઇતિહાસ રચ્યો છે. બંને ફિલ્મો અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. ફિલ્મની બજેટ કમાણી અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. એવું કહેવાય છે કે ભારે એડવાન્સ ફી લેવાને બદલે, રણવીર સિંહ અને દિગ્દર્શક આદિત્ય ધરે ફિલ્મની સફળતાના આધારે નફામાં વહેંચણીની પદ્ધતિ અપનાવી હતી.
ફ્રેન્ચાઇઝના સહ-નિર્માતા જ્યોતિ દેશપાંડેએ વધતા ઉત્પાદન ખર્ચને સંચાલિત કરવા વિશે વાત કરી. તેણીએ સમજાવ્યું કે નિર્માતાઓએ જાખમ-શેરિંગ મોડેલ અપનાવ્યું. જ્યોતિના જણાવ્યા મુજબ, ‘ધુરંધરમાં, રણવીરે ઓછી નિશ્ચિત ફી અને બેકએન્ડ ડીલ સાથે કામ કર્યું હતું, તેથી તેમને આ અભિગમનો ફાયદો થયો. આદિત્ય સાથે પણ આવું જ બન્યું. અંતે, તેને પણ અમારી સાથે ઘણો ફાયદો થયો.
તેમણે વધુમાં કહ્યું કે આ મોડેલે ખાતરી કરી કે ફિલ્મમાં સામેલ દરેક વ્યકતીનો ફિલ્મની સફળતામાં સંપૂર્ણ ફાળો હોય, ફક્ત મોટી એડવાન્સ ચુકવણી પર આધાર રાખવાને બદલે. જ્યોતિએ કહ્યું, “અમે ‘ધુરંધર’ માટે બધું જ દાવ પર લગાવી દીધું. અમે ‘ધુરંધર’ પર યોજના કરતાં બમણું ખર્ચ કર્યું. અલબત્ત, અમે બે ભાગની ફિલ્મ બનાવી, તેથી તે લાંબી સફર બની ગઈ. અંતે, અમે બધા ધનવાન બની ગયા.”
‘ધુરંધર’ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ‘ધુરંધર ૨’ આ વર્ષે ૧૯ માર્ચે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જુન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને દાનિશ પાંડોર મુખ્ય ભૂમિકામાં છે. પહેલી ફિલ્મે વિશ્વભરમાં ૧૩૦૭ કરોડની કમાણી કરી હતી, જ્યારે તેની સિક્વલે ૧૭૯૦ કરોડથી વધુની કમાણી કરી હતી.