ધારીના પ્રેમપરા ઝુંપડપટ્ટી વિસ્તારમાં ખોડિયાર ડેમના કાંઠેથી ૮ પત્તાપ્રેમીઓ ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૧૦,૨૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, રાજુભાઇ માધાભાઇ સોલંકી, કિશનભાઇ મગનભાઇ માથાસુળીયા, દિલીપભાઇ ઉર્ફે દીલો વાસુરભાઇ માથાસુળીયા, વિક્રમભાઇ બટુકભાઇ વાઘેલા, પ્રવિણભાઇ સોમાભાઇ ડાભી, મનિષભાઇ દેવરાજભાઇ સોલંકી, સાગરભાઇ એભલભાઇ સોલંકી તથા મનોજભાઇ ઉર્ફે મુનો રવજીભાઇ સોલંકી ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર-જીતનો ‘તીનપત્તી’ નામનો જુગાર રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે કુલ રૂ. ૧૦,૨૪૦ની રોકડ રકમ કબજે કરી ગુનો નોંધ્યો છે. આ અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































