લાઠીના નારાયણનગરથી એક પરણીતા ઘરેથી ચાલી નીકળી હતી. પરિવારજનો દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે અંકિતભાઈ હરેશચંદ્રભાઈ સોલંકી (ઉ.વ. ૨૬)એ પોલીસ મથકે નોંધાવેલી વિગત મુજબ, તેમની પત્ની સંજુદેવી અઠવાડિયા પહેલાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી.






































