બાબરામાં એક યુવકને ગાળો આપી કેટલાક શખ્સો છરી લઈ મારવા દોડ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રમેશભાઈ વિરજીભાઈ જીલિયા (ઉ.વ. ૨૮) એ સુભાષભાઈ બાબુભાઈ કાવઠિયા, સુરેશભાઈ બાબુભાઈ કાવઠિયા તથા રઘુભાઈ બાબુભાઈ કાવઠિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીઓએ તેમને જેમ-ફાવે તેમ ગાળો આપી હતી. આ દરમિયાન સુભાષભાઈ કાવઠિયા છરી લઈને મારવા દોડ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. કે. મકવાણા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































