રાજ્ય સરકારની વિધવા સહાય અને વૃધ્ધ સહાય યોજનાના તમામ લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ કરાવવી ખૂબ જ આવશ્યક છે. લાભાર્થીઓની સુવિધા માટે અમરેલી શહેરમાં આગામી તા. ૦૩ થી ૦૫ જૂન દરમિયાન ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દરેક લાભાર્થીએ પોતાના ઓળખપત્ર સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. તા. ૦૩ જૂનના રોજ કુંકાવાવ રોડ પર બુરહાની સ્ટીલ સામે આવેલા જનસેવા કેન્દ્ર ખાતે આ પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ તા. ૦૪ જૂનના રોજ જેસીંગપરાના સીવિક સેન્ટર ખાતે અને તા. ૦૫ જૂનના રોજ ચાંદની ચોક સ્થિત સદ્દભાવના ગૃપની ઓફિસ ખાતે કેમ્પ યોજાશે. આ તમામ સ્થળોએ કેમ્પનો સમય સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અમરેલી શહેરના મામલતદારશ્રી દ્વારા યાદીમાં જણાવ્યા અનુસાર યોજનાનો લાભ ચાલુ રાખવા માટે તમામ સબંધિત લાભાર્થીઓને આ કેમ્પનો અચૂક લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









































